કાળા માથાનો માનવી બધું જ બનાવી શકે, પણ રક્ત નહિ બનાવી શકે.

0
44

સુરત મહાનગર પાલિકા વોલેન્ટરી બ્લડ બેંક, સ્મીમેર હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિર આયોજકો અને રક્ત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.

જેમાં સામાજીક આગેવાન ડો. પ્રફુલભાઈ શિરોયા,દિનેશભાઈ પટેલ ડો.ભાવિન શિરોયા તેમજ હજારો કાર્યકર્તાઓ સાથે સહયોગ થી ડો.પ્રફુલભાઈ વીરજીભાઈ શિરોયા પ્રેરિત “લોક દ્રષ્ટી ચક્ષુબેંક” ને પણ રક્ત દાન શિબિરો નું આયોજન કરવા માટે 2015અને 2016ના સર્વોચ્ચ એવોર્ડ થી મેયરશ્રી જગદીશભાઈ પટેલ નાં હસ્તે સન્માન પત્ર અને ટ્રોફી એનાયત કરાઈ, આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અનિલ ગોપલાણી, શાસક પક્ષ નેતા શ્રી ગિરજાશંકર જી મિશ્રા, દંડક શ્રી, રુગ્ણાલય સમિતિના ચેરમેન શ્રી મૂળજીભાઈ ઠક્કર, સ્મીમેર હોસ્પિટલના ડીન અને ઇન્ચાર્જ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સ્મીમેર હોસ્પિટલ સંચાલિત બ્લડ બેન્કમાં 1992 થી લઈને 2016 સુધીના તમામ રક્તદાન શિબિર યોજવા બદલ વાર્ષિક સર્વોચ્ચ સન્માન સામાજીક આગેવાન શ્રી ડો.પ્રફુલ ભાઈ શિરોયા ને ફાળે જાય છે, 1992 થી ચાલતા આ અવિરત કાર્ય માં ડોક્ટર પ્રફુલ ભાઈ શિરોયા એ પોતાના 55 વર્ષના જીવનકાળ દરમ્યાન 165 થી વધારે વખત રક્તદાન કરીને સમાજ માં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, આ ઉપરાંત સ્મીમેર બ્લડ બેન્ક માં ડોક્ટર પ્રફુલ શિરોયા દ્વારા 1992 થી 2016 સુધીમાં 25790* કરતાં પણ વધારે રક્તના યુનિટ અનેક નાના-મોટા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આપવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY