૧ સપ્ટેમ્બર ૨૦૧૮થી બીઆરટીએસમાં રોકડથી ટિકિટ નહીં મળે,કેશલેસ બનશે

0
9

હજારો મુસાફરોને પડશે મોટી મુશ્કેલી
અમદાવાદ,તા.૨૦
સ્માર્ટસિટી મિશનના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ અમદાવાદને ડિજિટલ બનાવવા માટે આગામી ૧ સપ્ટેમ્બરથી બીઆરટીએસ સર્વિસમાં ઉતારુઓને ટિકિટ નહીં અપાય. બીઆરટીએસમાં કેસલેશ સિસ્ટમની જાહેરાત મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી છે. જોકે તંત્રના આવા નિર્ણયથી હજારો સામાન્ય નાગરિકો હેરાન થશે.
બીઆરટીએસ બસમાં પ્રવાસ કરવા માટે રોકડ નાણાંથી ટિકિટ લેવાને બદલે નેટ બેન્કિંગ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મ્યુનિ. કોર્પારેશનના જનમિત્ર કાર્ડ અને AMC સેવા મોબાઈલ એપ્લિકેશન પૈકી કોઈપણ એક કાર્ડથી ટિકિટ લેવી પડશે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નાગરિકોને કેશલેશ સેવાનો મહત્તમ લાભ આપવાના હેતુથી બીઆરટીએસ સર્વિસમાં કાર્ડથી પેમેન્ટ વ્યવસ્થા આગામી ૧ સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઇન હેઠળ ૧૦૦ સ્માર્ટ સિટીઝ માટે ૧૦૦ દિવસની ચેલેન્જ જાહેર કરાઇ છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નાગરિકોને ટિકિટના બદલે કાર્ડ ફરજિયાત કરવાની દિશામાં આગેકૂચ કરી છે. પરંતુ આ સમગ્ર યોજના હજારો નાગરિકો માટે માથાનો દુઃખાવો બનશે.
ઉલ્લેખનીય છે કે આ દરરોજ બીઆરટીએસમાં ૧.૭૦ લાખ ઉતારુઓ સેવાનો લાભ લઇ રહ્યા છે. જેમાંથી ૨૫ થી ૩૦ હજાર ઉતારુઓએ જનમિત્ર કાર્ડ કઢાવ્યાં છે. આમાંથી પણ માત્ર નવ હજાર ઉતારુઓ જનમિત્ર કાર્ડનો દૈનિક ઉપયોગ કરે છે. એટલે હજુ પણ જનમિત્ર કાર્ડ ઉતારુઓમાં લોકપ્રિય બન્યાં નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY