મોરબીની નટરાજ ફાટકે રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને N.O.C મળી ગયું

0
280

મોરબીના સામાકાંઠે આવેલી નટરાજ ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે અગ્રણીઓએ કરેલી મહેનત રંગ લાવી છે અને રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને એનઓસી મળી ગયું હોય જેથી આગામી દિવસોમાં મોરબીવાસીઓનું નટરાજ ફાટક પર રેલવે ઓવરબ્રિજનું સ્વપ્ન સાકાર થશે.
મોરબી સામા કાંઠા વિસ્તારમાં જતા મયુર પુલ પાસેના છેડે આવેલ નટરાજ રેલ્વે ફાટક પાસે કાયમી માટે થનાર ટ્રાફિક જામની સમસ્યા નું નિરાકરણ લાવવા માટેનું એક માત્ર નિરાકરણ જો કોઈ હોય તો તે છે રેલ્વે ઓવર બ્રીજ (R.O.B.). આ સમસ્યાના નિરાકરણ માટે સતત સક્રિય રહીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા, જિલ્લાના સાંસદો , પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કલેકટર, એસ.પી. તથા કાર્યપાલક ઇજનેર અને પ્રાદેશિક કમિશ્નર વગેરે દ્વારા આ વિષયમાં મહત્વની ભૂમિકા ભૂમિકા રહી છે. છેલ્લે 15 દિવસ પહેલા થયેલી મંત્રણા અને રજૂઆતોના કારણે કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઈનને N.O.C. પ્રાપ્ત થયેલ છે.
G.U.D.M.A. માં આગળની પ્લાન એસ્ટીમેંટ માટેની કાર્યવાહી શરૂ કરી દેવા વિગતો તંત્ર દ્વારા મોકલી આપવામાં આવેલ છે. રેલ્વે ઓવર બ્રીજ (R.O.B.) ના કુલ એસ્ટીમેંટની રકમના 50 ટકા રકમ રાજ્ય સરકાર તેમજ 50 ટકા રકમ રેલ્વે વિભાગ (કેન્દ્ર સરકાર) દ્વારા ખર્ચ કરવામાં આવશે. આ તબક્કે તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓનો સમગ્ર મોરબી જિલ્લા ભાજપ પરિવાર વતી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી તરીકે વિજયભાઇ લોખીલે આભાર પ્રગટ કર્યો છે ગુજરાત અર્બન ડેવલોપમેંટ મિશન ઓથોરીટી (G.U.D.M.A.) દ્વારા સને 2014 માં રેલ્વે ઓવર બ્રીજ (R.O.B.) માટે રૂપિયા 10 કરોડ મંજૂર કરવામાં આવેલ હતા.


રેલ્વે લાઇન નીચે રેલ્વે અંડર બ્રીજ (R.U.B.) માટે વિચારણા કરવામાં આવેલ પરંતુ વરસાદની સીજન વખતે બાજુમાં મચ્છુ નદી પસાર થતી હોય, પાણી ભરાય જવાનો ભય રહેતો હોય. આ ડિઝાઇનને પુનઃ વિચારણા કરવા માટે મૂકવામાં આવેલ. તે અનુસંધાને નટરાજ ફાટક પાસે મંજૂર થનાર રેલ્વે ઓવર બ્રીજ (R.O.B.) માટે કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઈનને N.O.C. પ્રાપ્ત થયેલ હોય G.U.D.M.A. માં આગળની પ્લાન એસ્ટીમેંટ માટેની કાર્યવાહી શરૂ કરીદેવા વિગતો તંત્ર દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

રિપોર્ટર રાહુલ નગવાડિયા
મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY