શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આજે કાશીની મુલાકાતે

0
69

વારાણસી,તા.૨૩
અયોધ્યાની મુલાકાત બાદ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સોમવારે કાશીની મુલાકાતે જવાના. કાશીમાં રામ મંદિરના નિર્માણની માગ સાથે શિવસેના શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. ઉદ્ધવ ઠાકરે પંઢરપુર વિસ્તારમાં શક્તિપ્રદર્શન કરશે. આ શક્તિ પ્રદર્શનનમાં પાંચ લાખ લોકો એકઠા થવાનું અનુમાન છે.
રેલીના મંચ પર ઉદ્ધવ ઠાકરે સાથે સાધુ સંતો પણ જાવા મળશે. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે પોતાના પરિવાર સાથે સરયૂ નદીની પૂજા કરી હતી. શિવસેના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાની સતત માગ કરી રહી છે.
અયોધ્યાની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતુ કે, રામ મંદિર નિર્માણની માગ અંગે ચુપ રહેવામાં નહીં આવે.. આ માગને સતત યથાવત રાખવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY