મોરબી ના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા માળિયા પંથકમાં ફૂડ પેકેટ વિતરણ કરાયુ

0
10

વાયુ વાવાઝોડાને પગલે માળિયા પંથકમાં હજારો લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હોય અને આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા હોય ત્યારે આશ્રય સ્થાનમાં રહેતા લોકોને આજે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા

પરશુરામ યુવા ગ્રુપ મોરબીના યુવાનોએ ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કર્યા બાદ આજે પરશુરામ યુવા ગ્રુપના યુવાનો ફૂડ પેકેટ વિતરણ કરવા પહોંચ્યા હતા માળીયાના નવલખી, વર્ષામેડી, સહિતના વિસ્તારોમાં પહોંચીને ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY