આજે પ્રવાસીઓ માટે પણ નર્મદા ડેમ ખુલ્લો મુકાશે, મોદીની જાહેર સભાનો પ્રવાસીઓ લાભ લઇ શકશે.

1
83

ભરૂચ,નર્મદા અને છોટાઉદેપુર ત્રણ જીલ્લાના 10 હજારથી વધુની જનમેદનીને પીએમ સંબોધશે.

રાજપીપળા : નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી પર પહોંચી ગયો છે.138.68 મીટર પાર કરી છે.ત્યારે આ ઐતિહાસીક પળની આખા ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી હોય તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય આ ઘડીની ઉજવણી 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતમાં કરવામાં આવશે. જેમાં કેવડિયા નર્મદા બંધ ખાતે રાજ્ય સરકાર જાહેર કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેના માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેર સભા સંબોધશે. જેના માટે 450×150 મીટર નો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના અંદાજીત 10 હજાર થી વધુ લોકો ની હાજરીમાં પી.એમ નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે જે અંગે તમામ બાબતોની ચોકસાઈ રાખવા જિલ્લા કલેકટરે ટીમો સાથે વિઝીટ કરી સાથે પોલીસે પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે સ્ટેચ્યુ પર આવનારા પ્રવસીઓને પણ જાહેર સભાનો લાભ મળી શકે છે.

★.. આ બાબતે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે વ્યૂહ પોઇન્ટ 1 પર પીએમ જાહેર સભા સંબોધશે. પ્રવસીઓ બપોર પછી આવે તો સારું પણ કોઈ પ્રતિબંધ નથી સવારે સ્ટેચ્યુ,નર્મદા બંધ જોવા આવનાર પ્રવસીઓ ને પ્રવેશ અપાશે. અને જાહેર સભામાં માં પણ હાજર રહી કાર્યક્રમને નિહાળી શકશે તેમ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

1 COMMENT

LEAVE A REPLY