ભરૂચ;
ભરૂચના જુના તવરા વિસ્તારમાં આવેલ સોસાયટીના બંધ મકાન માંથી એક ઈસમની ડી કમ્પોઝ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ ભરૂચના જુના તવરા ગામના વિસ્તારમાં આવેલ શ્રી નિવાસ સોસાયટીના મકાન બી/ ૬૫ માંથી રાત્રે ચોકીદારી કરતાં વોચમેન બાલું લલ્લુ વસાવાનાઓ રાત્રીના નાઈટ રાઉન્ડ ફરતાં હોઈ રાત્રીના મકાન નંબર બી/૬૫ પાસે આવતાં કશું મરી ગયેલાની ખુબજ દુર્ગંધ આવતી હોઈ જે અંગે જાણ ચોકીદાર દ્રારા સોસાયટીના પ્રમુખ ને કરાતા પ્રમુખ દ્રારા આ અંગેની જાણ સી ડિવિઝન પોલીસ મથકે કરાતા પોલીસ દ્રારા ઘટના સ્થળ પર જઈને જોતાં મકાન નંબર બી/૬૫ માથી પુષ્કળ દુર્ગંધ આવતી હોઈ દરવાજો ખોલતાં અંદર મકાનમાં રહેતા વિજય રમેશ પરમારની રસોડાના ભાગે
ડી કમ્પોઝ હાલતમાં લાશ પડેલ હતી.
આ વાત સોસાયટી વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળે તોળા ત્યાં ઉમટી આવ્યા હતાં જોકે મકાનમાં એકલાં રહેતાં વિજય પરમાર દારૂ પીવાની લતવાળા હોઈ તેમના મકાનમાં રસોડાના ભાગ પાસે મરણ હાલતમાં પડ્યા હતાં સ્થાનિકોએ ચાર -પાંચ દિવસથી તેવોને જોયા નહીં હોવાની વાત પોલીસને કરી હતી. પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી હતી વધુ તપાસ સી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"