હળવદ શહેર ભાજપના સંગઠન પર્વના ઈન્ચાર્જ તરીકે રણછોડભાઈ દલવાડીની વરણી

0
583

સહ ઈન્ચાર્જ તરીકે ધનશ્યામભાઈ રાવલતેમજ સહ ઈન્ચાર્જ જશુબેન પટેલવરણી કરાતા હળવદ ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી

મોરબી ખાતે ભાજપની જિલ્લા લેવલની બેઠક મળી હતી જેમાં આગામી સંગઠન પર્વના કાર્યક્રમ અંતર્ગત તાલુકાના/શહેરના ઈન્ચાર્જ તેમજ સહ ઈન્ચાર્જની નિમણુંકો કરાઈ હતી. આ તકે હળવદ શહેર ભાજપના સંગઠનમાં મહત્વની ભુમિકા નિભાવનાર રણછોડભાઈ દલવાડી ની હળવદ શહેરના ના સંગઠન પર્વના ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરાઈ હતી.
રાજયભરમાં ૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી સંગઠન પર્વનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ભાજપ સંગઠનને વધુ મજબુત બનાવવા અને વધુમાં વધુ કાર્યકરોને જાડવા સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવનાર છે. હાલ સમગ્ર દેશમાં કરોડો સદસ્યો સાથે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. આગામી સદસ્યતા અભિયાન દ્વારા સમગ્ર દેશમાં ઓછામાં ઓછા ર કરોડ ર૦ લાખ નવા સદસ્યો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ મોરબી ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન પ્રભારી કિરીટસિંહ રાણા, જેમાં અગાઉ યુવા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ ઉપસૂ રહેલા અને રણછોડભાઈ દલવાડી ની હળવદ શહેર સંઠગન પર્વના ઈન્ચાર્જ તરીકે વરણી કરાઈ હતી જયારે સહ ઈન્ચાર્જ તરીકે ધનશ્યામભાઈ રાવલ તેમજ સહ ઈન્ચાર્જ તરીકે જશુબેન પટેલ ની વરણી કરાતા હળવદ શહેર તેમજ ગ્રામ્ય ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY