રસ્તા પર નમાઝ અદા ન કરવી જોઇએ : ભાજપ સાંસદ ભોલાસિંહ

0
5

બુલંદશહર,તા.૫
ઉત્તર પ્રદેશના બુલંદશહરના ભાજપ સાંસદ ભોલાસિંહે નમાઝ અદા કરવા અંગે વિવાદ પેદા કરતુ નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, સડક પર નમાઝ અદા ન કરવી જોઈએ. પરંતુ આ નમાઝને ધાર્મિક સ્થળ પર અદા કરવી જોઈએ. રસ્તા પર નમાઝ પઠવાના કારણે રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે.
જેથી અનેક લોકોને અસુવિધાનો ભોગ બનવુ પડે છે. નમાઝ અંગે યુપીની સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સાથે વાતચીત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, હિંદુ હોળી, દિવાળી અને રક્ષાબંધનની ઉજવણી કરે છે.
તેમ છતા કોઈને અસુવિધાનો ભોગ બનવુ પડતું નથી. જેથી કોઈપણ તહેવારની ઉજવણી કરતા પહેલા બીજાની સુવિધાનો પણ ખ્યાલ રાખવો જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY