સુરેન્દ્રનગર,તા.૭
દિવસેને દિવસે રાજ્યમાં લોકોની માનસિકતા જાણે વધારેને વધારે જ નીમ્ન કક્ષા પર જતી હોય તેમ લાગી રહ્યું છે. ક્્યારેક નાની બાળકી પર દુષ્કર્મના સમાચાર આવે છે તો ક્યાંક જાહેર રસ્તા પર લોકોને ક્રુરતાથી માર મારવામાં આવે છે. આવી જ એક અરેરાટી ફેલાવે તેવી સુરેન્દ્રનગરની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર દંપતીને અંગત અદાવતમાં માર મારવામાં આવી રહ્યો છે. આ આખી ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનામાં પતિનું મોત નીપજ્યું છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે આ વીડિયો સુરેન્દ્રનગરના પાટડીનાં બજાણા ગામનો હોવાનો સામે આવ્યુ છે. ચાર લોકો દ્વારા દંપત્તીને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો છે. આ દંપતી આવતા જતા લોકો પાસે મદદ માગે છે તોપણ કોઇ તેમની વહારે આવતું નથી.
આ મારની પાછળ પ્રેમ પ્રકરણમાં અંગત અદાવત હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોમાં દેખાય છે તે રીતે દંપતીને ચાર માણસો તિક્ષ્ણ હથિયારથી હુમલો કરે છે. જેમાં પતિનું મોત નીપજ્યું છે જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચી છે. હાલ પત્ની દવાખાને સારવાર લઇ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



