રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલ કેવડીયા, કોઠી, નવાગામ, લીમડી, વાગડીયા, ગોરા વગેરે આજુબાજુના ગામોની જમીનો સને – ૧૯૬૨-૬૩ માં નર્મદા યોજના અંતર્ગત સંપાદન કરવામાં આવેલ છે. ત્યારબાદ સરકાર દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લી. ના નામે કરવામાં આવેલ છે. જે તે વખતે સંપાદન કરવામાં આવેલ જમીનના ખાતેદારોને જમીનનું વળતર તથા અસરગ્રસ્તોને પેકેજ અંતર્ગત અન્ય લાભો આપવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત શ્રેષ્ઠ ભારત ભવનના બાંધકામવાળી જમીન, નર્મદા યોજના અંતર્ગત સને- ૧૯૬૨-૬૩ માં સંપાદન કરવામાં આવેલ હતી. સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઉક્ત સંપાદન થયેલ જમીનના મુળ માલિક / વારસદારોને સંપાદન થયેલ જમીનના બદલામાં સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીની લેન્ડ બેન્કમાંથી જમીન આપવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે અને સદર ખાતેદારો / વારસોને મોજે વાઘોડીયા, તા. નાંદોદ, જિ. નર્મદા ખાતે આવેલ સ.સ.પુ.વ. એ. ની લેન્ડ બેન્કમાંથી જમીન બતાવવામાં આવેલ છે અને સદર ખાતેદારો દ્વારા આ જમીન પસંદ કરવામાં આવેલ છે.
ગરૂડેશ્વર વિયર ડેમ માટે સંપાદન કરવામાં આવેલ / કરવામાં આવનાર જમીનો બાબતે પણ સરકારના નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પેકેજ જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત સંબંધિત ખાતેદારોને સંપાદિત જમીનના વળતરનું ચુકવણું પણ કરવામાં આવેલ છે, તેમ જિલ્લા પ્રસાશન દ્વારા જણાવાયું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





