સુરત,તા.૧૩
સુરતમાં બિહારના ગયાનો વતની યુવકની લોખંડના રોડથી મારી મારીને હત્યા કરી દીધી છે. અમરજીત નામનો આ યુવક સુરતમાં ૧૫ વર્ષથી રહેતો હતો. તે પાંડેસરા વિસ્તારમાં સ્થિત એક મિલમાં કામ કરતો હતો. શુક્રવાર સાંજે તે મિલમાંખી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે જ હિંસક ભીડે તેની હત્યા કરી દીધી હતી.
અમરજીત ૧૫ વર્ષ પહેલા શહેરમાં રોજગારની શોધમાં આવ્યો હતો. જે પછી તેણે ઘણી મહેનત કરીને ત્યાં એક ઘર પણ ખરીદીને લગ્ન પણ કર્યા હતાં. અમરજીતના બે બાળકો પણ છે. તે બિહારના ગયા જિલ્લાના કોંચ પોલીસ સ્ટેશનના કૌડિયા ગામનો નિવાસી હતો. ઘટનાની જાણ પછી પરિવારમાં માતમનો માહોલ છવાઇ ગયો છે.
સુરતમાં ગયાનો રહેવાસી યુવકની શુક્રવારે સાંજે લોખંડના રોડથી મારી મારીને હત્યા કરી દીધી છે.
અમરજીતના પિતા રાજદેવ સિંહ રિટાયર્ડ સૈનિક છે. તેમણે કહ્યું કે તેમનો દીકરો ઘણો મહેનતુ હતો અને તેની મદદને કારણે આખો પરિવાર ખુશી-ખુશી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યો હતો. આ ઘટના પછી આખો પરિવાર સદમામાં છે.
તેમણે બિહાર સરકારની સાથે જ ગુજરાત અને ભારત સરકાર પાસે આ હિંસાને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવવાની માંગ કરી છે. જેનાથી અન્ય કોઇ પરિવારને આ દર્દનો સામનો ન કરવો પડે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


