૧૦૦૦ કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેન લાન્ચ કરી ચીને

0
9

બેજિંગ,તા.૧૩
ચીને નવી હાઇ સ્પીડ ટેક્નોલોજી ધરાવતી ટ્રેનનું માડેલ લાન્ચ કર્યું છે. જે કલાકના ૧૦૦૦ કિલોમીટરની ઝડપે અંતર કાપશે. ચીની સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૫થી હાઇ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે.
ચીનની નવી ટ્રેનના માડેલને સિચુઆનના ચેંગડુ ખાતે યોજાયેલા નેશનલ માસ ઈનોવેશન એન્ડ આૅન્થ્રેપ્રેન્યોરશિપ સપ્તાહમાં રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રેન ઉત્પાદનનું કાર્ય ચીન એરોસ્પેસ સાયન્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
હાઇ સ્પીડ ટ્રેનને ધ ફલાઇટ નામ આપવામાં આવ્યું છે. ટ્રેનની કેબિન ૨૯.૨ મીટર લાંબી ત્રણ મીટર પહોળી હશે. ટ્રેન વેકિયુંમ સિસ્ટમ દ્વારા જમીનથી ૧૦૦ મિ.મી. ઉપર ચાલશે. શાંઘાઈ યુનિવર્સિટીના રેલવે નિષ્ણાત સૂન જંગે જણાવ્યું હતું કે હાઇ સ્પીડ ટ્રેનની ટેક્નોલોજીએ ચીનને અમેરિકાની સમકક્ષ મૂકી દીધું છે. ટ્રેનમાં એરોસ્પેસ ટેક્નોલોજીમાં વપરાતી ઈલેક્ટ્રો મેગ્નેટિક પ્રપ્યુલઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચીન દુનિયાનું સૌથી લાંબું ૨૨૦૦૦ કિ.મી.નું હાઇ સ્પીડ નેટવર્ક ધરાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY