આત્મસમર્પણ નક્સલીઓમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ
નાગપુર,તા.૬
મહારાષ્ટ્રના ગઢચિરોળી જિલ્લામાં શનિવારે સાત નક્સલિઓએ આત્મ સમર્પણ કર્યું છે. જેના પર કુલ રૂપિયા ૩૧.૫૦ લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ નક્સલિઓમાં ૩ મહિલાઓ પણ હતી.
પોલીસે જણાવ્યું કે, વિકાસ ઉર્ફે સાઘુ પોધાદી છતીસગઢ કોડેલાયેર ‘જન મિલિશિયા દલમ’ના સભ્ય હતો. તેની સુરક્ષાદળોની સાથે અથડામણ થઇ હતી. આ મહિલાઓમાંથી એક પર ૪ લાખ રૂપિયાનું ઇનામ હતું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા નક્સલિ વૈશાલી બાબુરાવ વેદાદી (૧૮) ભામરાગઢ દલમની સભ્ય હતી અને તેના પર સાડા ચાર લાખ રૂપિયાનું ઇનામ હતું.
વધુમાં અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારે મોહન ઉર્ફે દુસા કેસા કોવસીએ ૯ હત્યા અને ૨ અથડામણમાં સંડોવાયેલો હતો. તો નવીન ઉર્ફ અશોક પેકા ગત્તા દલમનો સભ્ય હતો અને તેના પર પણ ૪ લાખ જેટલું ઇનામ રાખવામાં આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે, દુર્ગા ગેબા પુંગાતી ટીપાગઢ દલમની સભ્ય હતી અને તેના પર રૂપિયા પાંચ લાખ જેટલું ઇનામ રાખવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




