કચ્છના નખત્રાણા તાલુકા પંચાયતના ભાજપના બે સભ્યોના રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ મચી ગઇ

0
166

ભુજ: નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી અને તાલુકા પંચાયતના સભ્ય ભાજપના ચંદ્રિકાબેન પટેલે આજરોજ એકાએક ભાજપના તાલુકા પંચાયતના સભ્ય પદથી રાજીનામાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

નખત્રાણા તાલુકા પંચાયતના ભાજપના બે સભ્યોની વિકેટ પડી ગઈ છે. ત્યારે ભાજપના નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે.બે સભ્યોના રાજીનામા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ પાસે ૯-૯ સીટો છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું છે કે જો હજી વધુ રાજીનામા આપશે તો સત્તા બાજી કોંગ્રેસ પાસે જશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

નખત્રાણા તાલુકા પંચાયતના ૧૧ ભાજપ અને ૯ કોંગ્રેસ સભ્યો ધરાવતી આ તાલુકા પંચાયતના બે સભ્યોએ રાજીનામું આપી દીધું છે. અછતને ગંભીરતાથી લેવામાં આવતી નથી, કોલેજ ગ્રાન્ટેબલ થતી નથી, અન્ય કોઈ ભાજપના સદ્દસ્યોના કામ થતા નથી આવી અનેક બાબતોથી ત્રસ્ત થઈને આખરે આ બંને સભ્યોએ રાજીનામું આપી દીધું છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ મક્કમ ગતિથી આ બધો ખેલ નિહાળી રહ્યા છે, જો બધા જ પડાવ પાર પડી ગયા તો નખત્રાણા તાલુકા પંચાયતનો કબજો કોંગ્રેસ હાથમાં જશે.નખત્રાણા તાલુકા પંચાયતની સત્તા ભાજપના હાથમાં છે અને તાલુકા પંચાયતના પ્રમુખના વિસ્તારમાં જ અછતના કામો થઈ શકતા ન હોય તો અન્ય વિસ્તાર કે ગામોના કામ તાલુકા પંચાયત દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવશે?

નખત્રાણા તાલુકા પંચાયતની સત્તા ભાજપના હાથમાં છે પણ ક્યારે બાજી કોંગ્રેસના હાથમાં સત્તા આવી જાય તે નિશ્ચિત નથી. નખત્રાણાના રાજકીય માહોલ મુજબ લોકોના જણાવ્યા અનુસાર હજી પણ ભાજપની ર-૩ વિકેટ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ગૌતમ બુચિયા
tel:9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

;

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY