રાજ્યના તલાટી ક્રમ મંત્રી મંડળની અચોક્કસ મુદ્દતની રાજ્યવ્યાપી હડતાળ ભરૂચ જિલ્લાના ૬૦૦ તલાટીઓ જોડાયા હતાં.

0
185

રાજ્યના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા વિવિધ પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતાં તારીખ ૨૨મી ઓક્ટોબરના રોજ રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી આપવામાં આવી હતી ત્યારે આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યના તલાટીઓ આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. ભરૂચ તાલુકાના તલાટીઓએ તેમના હસ્તકની ગ્રામ પંચાયતમા તાળુ મારી ચાવી તથા સિક્કાઓ તલાટી મંડળના પ્રમુખને સોંપી દીધા હતાં.ભરૂચ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલમાં ભેગા થયેલ તલાટીઓએ આગળના કાર્યક્રમ અંગેની ચર્ચા વિચારણા ઓ કરી હતી.તલાટી મંડળના પ્રમુખ ભરત મિશ્રાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી પણ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર રહીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે તલાટીઓની અચોક્ક્સ મુદતની હડતાલના કારણે અજરદારોના કામો પર ભારે અસર જોવા મળશે.ત્યારે તલાટી મંડળ દ્વારા પ્રજાને પડતી મુશ્કેલી બદલ દિલગીર પણ વ્યક્ત કરી હતી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડીયા
મો:-9904733000

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY