ભુજ:ભુજમાં ચેઈન સ્નેચીંગના અનેક કિસ્સાઓ બનવા પામ્યાં છે ત્યારે આ અંગે પોલીસને મહત્વની કામગીરી કરીને સફળતા મળી છે. ગઈકાલે બપોરના ૨ વાગ્યાના અરસામાં ભુજના કેમ્પ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલની બાજુમાંથી એક મહિલાના ગળામાંથી ચેઈનની ચિલ ઝડપ કરનાર યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે. કાદર ઇબ્રાહિમ ખલીફા ઉ.વર્ષ.૨૦ રહે. માંજોઠી મસ્જિદ પાસે કેમ્પ વિસ્તાર ભુજની ધરપકડ કરી ચિલ ઝડપ કરાયેલી ચેઈન કિંમત રૂ.૩૪,૦૦૦ તેમજ આ ગુનાહીત પ્રવૃત્તિમાં વાપરેલી બાઇક પોલીસે કબજે કરી છે. આરોપીના રીમાન્ડ લઈ ચેઈન સ્નેચીંગના તેમજ અન્ય કેટલા બનાવોને અંજામ આપ્યાં છે તેવી શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવવામાં આવી રહી છે, તેમજ છેલ્લાં કેટલાક સમયથી ભુજ શહેરમાં બનતા આવા ચેઈન સ્નેચીંગના બનાવો પોલીસ માટે પડકારરૂપી બની ગયા હતાં. જે એક આરોપી પકડતા અન્ય ગુનાંઓનાં ભેદ ઉકેલાય તેવી શક્યતા ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટાફે વ્યક્ત કરી છે.

ગૌતમ બુચિયા
http://Tel:9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
for
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






