ભાજપ તરફથી કિરણ વસાવાએ પ્રમુખ પદ માટેની અને પર્યુશા વસાવાએ ઉપપ્રમુખ પદ માટેની પોતાની દાવેદારી પાછી ખેંચી.
રાજપીપળા: નર્મદા જિલ્લા પંચાયતની બીજી ટર્મ માટેની પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી આજે 20 મી જૂને યોજાનારી હતી.જેના માટે ગત રોજ 19મી જુનના રોજ ફોર્મ ભરવામાં આવ્યા હતા.જેમા કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે દામું વસાવાએ અને ઉપપ્રમુખ પદ માટે જેડીયું(હાલ બિટીપી)ના વનિતાબેન વસાવાએ જ્યારે ભાજપ તરફથી પ્રમુખ પદ માટે કિરણ વસાવાએ તથા ઉપપ્રમુખ પદ માટે પર્યુશા વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
નર્મદા જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસ જેડીયુ(હાલ બીટીપી)ગઠબંધનની સત્તા છે.પહેલી ટર્મમાં કોંગ્રેસના પ્રમુખ હતા તો બીજી ટર્મમાં કોના પ્રમુખ હશે?શું જેડીયુ દાવેદારી કરશે જેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી પરતુ બન્ને પક્ષો વચ્ચે બેઠક થઈ અને અંતે કોંગ્રેસના પ્રમુખ અને જેડીયુ (હાલ બીટીપી)ના ઉપ પ્રમુખ રાખી સત્તા જાળવી રાખશે એવીી સમજૂતીી થઈ.
પેેહલી ટર્મમાં કોંગ્રેસ જેડીયુ(હાલ બીટીપી)ગઠબંધન દ્વારા અઢી વર્ષ શાસન ચાલ્યુ હતું.બાદમાં સાગબારા તાલુકા પંચાયતમાં બીજી અઢી વર્ષની ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ સાથે ગઠબંધન કરતા બીટીપીના આગેવાનો રોષે ભરયા હતા.જેની અસર સીધી નર્મદા જીલ્લા પંચાયતની ચુટણીમા પડવાની હતી.જો જેડીયુ (હાલ બિટીપી)વિરોધ કરે અને ભાજપ સાથે ગઠબંધન કરે તો કોંગ્રેસ સત્તામાથી બહાર ફેંકાઇ જાય એમ હતું.પરંતુ કોંગ્રેસના અહેમદ પટેલ વચ્ચે પડયા અને સ્થાનિક ધારાસભ્ય પી.ડી.વસાવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ સહિતના આગેવાનોએ જેડીયું(હાલ બિટીપી)ના સર્વે સર્વા છોટુ વસાવા,મહેશ વસાવા સાથે બેઠક કરી અને અંતે પ્રમુખ કોંગ્રેસના અને ઉપપ્રમુખ જેડીયુ (હાલ બીટીપી)નો રહેશે એવી સમજૂતી થઈ હતી.તો બીજી બાજુ 19મી જૂને જ ભાજપ તરફથી પ્રમુખ પદ માટેના ઉમેદવાર કિરણ વસાવાએ અને ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર પર્યુશા વસાવાએ પોતાની ઉમેદવારી નિયત સમયમાં પરત ખેંચતા 20 મી જૂને ચૂંટણી યોજાય એ પહેલા જ નર્મદા જિલ્લા પંચાયતમાં આગામી પ્રમુખ તરીકે કોંગ્રેસના દામુ વસાવા અને ઉપપ્રમુખ તરીકે જેડીયું(હાલ બિટીપી)ના વનીતાબેન વસાવા બિનહરીફ જાહેર થયા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




