રાજપીપળાના વડીયા ગામનો રસ્તો ન બનતા પરિવાર સાથે ભુખ હડતાલ પર બેસવાની ચીમકી સાથે કલેક્ટરને આવેદન  

0
23

વારંવારની રજુઆત બાદ પણ કામગીરી ન થતા આગામી 21 સપ્ટેમ્બર થી કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસી અહિંસક આંદોલન કરવા વડિયાના રહીશોએ નર્મદા કલેક્ટરને આવેદન આપ્યું.

રાજપીપળા : ઘણા સમય થી રસ્તો બનવવાની માંગ કરી રહેલા વડિયા ના રહીશો હવે લડાયક મૂડમાં આવતા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે.

વડિયા ગ્રામ પંચાયત સદસ્ય અને ન્યાય સમિતિના અઘ્યક્ષ ચંદ્રેશ પરમાર, વિજય વસાવા,આશિષ પટેલ મેહુલ વ્યાસ,મેહુલ પંચાલ, સોમભાઈ વસાવા, માનસિંગ ભાઈ વસાવા સહિતના વડિયા સોસાયટીના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લો એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ જાહેર થયેલ છે.વિશ્વવની સૌથી ઊચી પ્રતિમા નર્મદા જિલ્લામાં આવી હોય ત્યારે આ જિલ્લાના વડામથક રાજપીપળામાં વડિયા જકાત નાકા થી વડિયાગામ વચ્ચે આવેલ સોસયટીઓના રહીશો રસ્તા વગર ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તે કેટલું યોગ્ય..? વડિયાના આ રોડ ની લંબાઈ ફક્ત 900 મીટર હોવા છતા પણ ન બનતા તેમજ વર્તમાન સ્થિતિ જોતા બધા દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા હોવાનું પણ આવેદનમાં જણાવ્યું છે.

વધુમાં વડિયા જકાતનાકા થી વડિયાગામને જોડતો કાચો માર્ગ છે ત્યાં લગભગ લગભગ ૭-૮ સોસાયટીઓ આવેલી છે.આ સોસાયટીમાં આશરે ૪૦૦ પરીવારો રહે છે. પરંતુ ત્યાં પાકો રસ્તો ન હોવાના કારણે સ્થાનિક લોકો ગંભીર સમસ્યાઓ ભોગવી રહ્યા છે. અને તેના ગંભીર પરીણામો પણ જોવા મળી રહ્યા છે. બિસ્માર હાલતમાં આ કાચો રસ્તો ક્યારે કોનો ભોગ લે એ બાબતે સ્થાનિકોમાં ડર પણ ફેલાયો છે .આ માર્ગના કારણે બાળકો શાળાએ ન જઇ શકતા અભ્યાસ પર તેની અસર પડે છે ત્યારે આ રસ્તા બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતા કોઇ પરિણામ ન મળતા તેમજ સોસાયટીના રહીશોની તકલીફો જોવા માટે તંત્ર પણ ન આવતા આ સોસાયટીના રહીશો પુરા પરિવાર સાથે ભારતીય સંવિધાને આપેલા મૂળભૂત અધિકારોની રુએ તા.૨૧ સપ્ટેમ્બર થી કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે ભૂખહડતાલ પર બેસી અહિંસક આંદોલન કરવા બાબતે વડિયાના રહીશો એ નર્મદા કલેક્ટરને આવેદન આપ્યું છે.ત્યારે નર્મદા કલેક્ટર શું પગલાં લેશે એ જોવું રહ્યું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY