હળવદ થી ટીકર (રણ ) ગામે જતા ફાટક બંધ રહેતું હોવાની ફરિયાદ ડિવિઝનલ રેલવે મેનેજરને સ્થાનિકો દ્વારા રજુઆત
મોરબી જિલ્લા ના હળવદ તાલુકાના ટીકર (રણ)ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલે પત્ર લખીને જણાવ્યું છે કે હળવદ થી ટીકર ગામે જવાના રસ્તે રેલવે ફાટક આવે છે.આ રસ્તો હળવદ તાલુકાના અન્ય 22 ગામોને જોડતો માર્ગ છે. જેથી આ રસ્તે સતત લોકો અને ઔદ્યોગિક વાહનોની અવરજવર કરતા હોય છે. આ ફાટક છેલ્લા ઘણા સમયથી અવારનવાર લાંબા સમય સુધી બંધ રહેલું જોવા મળે છે. જેના કારણે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ વેપાર ધંધા અંગે અપડાઉન કરતા 22 ગામની જનતાને કલાકો સુધી ફાટક બંધ થવાના લીધે હાલાકી ભોગવવી પડે છે.
આ સાથે જ દવાખાને જતી એમ્બયુલન્સને પણ ફાટક બંધ હોવાને લીધે મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જેથી આ પ્રશ્ન ઘણો વિકટ બની ગયો છે. આ ફાટકનું સમારકામ તથા તેના સંચાલન વ્યવસ્થિત થાય તે ખૂબ જ જરૂરી છે. ફાટકને મોટું બનાવી આપવામાં આવે અથવા તો ઓવરબ્રિજ બનાવી આપવામાં આવે. જેથી લોકોના પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે. તેથી સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે.
મયુર રાવલ હળવદ
M. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



