છાસવારે મેન્ટેનન્સના નામે રજાના દિવસોએ આખો દિવસ લાઈટો બંધ રાખતા વીજ કંપનીના અધિકારીઓ ક્યારેક સરકારી ઓફિસો ખુલ્લી હોય એ સમયે બંધ રાખે તો અધિકારીઓને ખબર પડે કે ગરમીમાં આમ જનતાની શું હાલત થાય
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે વારંવાર મેન્ટેનન્સ ના નામે આખો દિવસ વીજ પુરવઠો બંધ રાખતા વીજ કંપનીના અધિકારીઓ કેટલું અને કેવું મેન્ટેનન્સ કરે છે એ સમજાતું નથી એક તરફ 42 થી 43 ડિગ્રી આકરી ગરમીમાં લોકો સેકાઈ રહ્યા હોય ત્યાં શનિવારે ફરી મેન્ટેનન્સ માટે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી રાજપીપળા શહેરમાં વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત થી લોકો અકળાઈ ઉઠ્યા છે
ગામના જાગૃત લોકોનું કહેવું છે કે શનિ રવિવારની રજા હોય સરકારી ઓફિસો બંધ હોય ત્યારેજ લાઈટો આખો દિવસ બંધ રાખી વીજ કંપની મરામત કરે છે જેમાં આમ જનતા ગરમીના આકરા પ્રકોપનો ભોગ બને છે ત્યારે આખો દિવસ એસી ચેમ્બરોમાં બેસી ઠંડક મેળવતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આવા દિવસે બહાર જતા રહે છે માટે ચાલુ દિવસે જો વીજ કંપની વીજ પુરવઠો બંધ રાખે ત્યારેજ આ અધિકારીઓને આમ જનતા ની તકલીફનો અંદાજ આવશે કે બે કલાક પણ પંખા કે એસી વગર શું હાલત થાય છે પરંતુ સરકારી કચેરીઓમાં રજા હોય એ દિવસેજ આમ જનતાને વારંવાર મેન્ટેનન્સ ના નામે હેરાન કરતા વીજ કંપનીના અધિકારીઓ છાસવારે આ રીતે વીજ પુરવઠો બંધ કરવાના બદલે વર્ષમાં એક બે વખત યોગ્ય કામગીરી પૂર્ણ કરે એવી માંગ છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


