ગેસ ઉત્પાદનમાં ઓએનજીસીને ૪૦૦૦ કરોડની ખોટ થઈ હોવાનો ખુલાસો

0
17

ન્યુ દિલ્હી,તા.૫
સરકારી યંત્રણા મુજબ ઈંધણના ભાવ ઉત્પાદન ખર્ચ કરતા ઓછા આવતા જાહેરક્ષેત્રની ઓઈલ ઍન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશન (ઓએનજીસી)ની ૩૧મી માર્ચ ૨૦૧૮ના પુરા થતાં નાણાં વર્ષની ખોટ રૂ. ૪,૦૦૦ કરોડ થઈ છે.
ઓએનજીસીના એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ ‘અમને બ્રેક-ઈવન માટે મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) દીઠ ઓછામાં ઓછા ચાર ડાલરની જરૂર રહે છે.’ હાલ એમએમબીટીયુ દીઠ ૩.૦૬ ડોલર છે. સરકારે ઓક્ટોબર ૨૦૧૪માં મંજૂર કરેલી નવી યંત્રણા મુજબ ઘરઆંગણે ઉત્પાદિત નેચરલ ગૅસના ભાવ દર છ મહિને (પહેલી એપ્રિલ અને પહેલી ઓક્ટોબર) બદલવા જાઈએ અને આ માટે હેનરી હબ (અમેરિકા, નેશનલ બેલેન્સિગ પોઈન્ટ (રશિયાને બાદ કરતા યુકે), અલ્બર્ટા (કેનેડા) તથા રશિયા જેવી ગૅસની સરાસરી માર્કેટોમાં પ્રવર્તતા એકંદર રાષ્ટ્રીય ભાવોનો ઉપયોગ કરીને આ ભાવ રિવાઈઝ કરવાના રહે છે.
આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા એપ્રિલથી સપ્ટેમ્બર માટેનો એમએમબીટીયુ ભાવ ૩.૦૬ ડાલર આવ્યો હતો. અગાઉના છ મહિનામાં ભાવ ૨.૮૯ ડોલર હતો. અધિકારીએ જણાવ્યું હતું કે અમારો ઉત્પાદન ખર્ચ ૫.૧૪ ડોલર છે. મૂડી પરના રિટર્નને ગણતરીમાં લીધા વિના જે ૩.૫૯ ડોલર આવ્યો હતો.
ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લીધા વિના પણ અમારે રોયલ્ટી અને અન્ય ટેક્સ ચૂકવવાના હોવાથી ગૅસ ઉત્પાદન હવે ખોટનો ધંધો થઈ ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું. ગૅસના વર્તમાન ભાવ કરતા ઉત્પાદન ખર્ચ વધુ જ હોવાથી નેચરલ ગૅસ ખોટનો બિઝનેસ થઈ ગયો છે. ૨૦૧૫ ઓક્ટોબરથી ગૅસનો ભાવ ચાર ડાલરથી ઓછો છે, એવું તેમણે કહ્યુ હતું.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY