પણજી,તા.૧૭
ગોવાના પાટનગર પણજીમાં એક શખ્સ મહિલાઓના ટોઇલટમાં ઘૂસી ગયો હતો. તે પકડાઇ ના જાય તેના માટે તેણે બુરખો પહેરી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. પોલીસે આ શખ્સની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે હજુ સુધી તેણે આવું કેમ કર્યું તે જાણી શકાયું નથી.
ઘટના પણજીના બસ સ્ટેન્ડની છે. અહિંયા શનિવારે ૩૫ વર્ષીય વર્જિલ બોસ્કો ફર્નાડીસ નામના શખ્સની વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે. બોસ્કોની ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે તે લેડિઝ ટોઇલેટમાંથી બહાર નીકળી રહ્યો હતો. તેણ બુરખાની અંદર ટી-શર્ટ પહેરી હતી.
એટલું જ નહી તે પકડાઇ ના જાય તે માટે વાળની વિગ પણ પહેરી હતી. તેમ છતાં તે લોકોના હાથે ઝડપાઇ ગયો હતો. હકીકતમાં બસ સ્ટેન્ડ પાસે બેસેલા એક યાત્રીએ વર્જિલને જાઇ લીધો હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેટીસી બસ સ્ટેન્ડ પર લેડીઝ ટોઇલેટમાં ઘૂષણખોરી કરવા માટે વર્જિલે મુસ્લિમ મહિલાનું રૂપ ધારણ કર્યું હતુ તેની વિરુદ્ધ કલમ ૪૧૯ હેઠળ કેસ દાખલ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



