રાહુલ ગાંધીએ ડીફેન્સ ડીલ કરાવતી કંપની બનાવી હતીઃ જેટલીનો દાવો
ન્યુ દિલ્હી,તા.૪
નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, રાહુલ ગાંધી ક્યારેય નરેન્દ્ર મોદીની ઇમાનદાર છબીને મિટાવી નહીં શકે. આ એક વંશવાદી દ્વારા દિવસમાં સપના જાવા જેવું છે. દેશના ૭૦ ટકા લોકો મોદીને ઇચ્છે છે. તે રાહુલ ગાંધીને ૨૦ ટકા લોકો પણ પસંદ નથી કરતા. કોંગ્રેસ પરિવાર વર્ષોથી ભ્રષ્ટાચારમાં ડૂબેલું રહ્યું છે. એક વંશવાદીનો પ્રોપેગેન્ડ ક્યાંક કોંગ્રેસ પર જ ભારે ના પડી જાય.
ગાંધી પરિવારની અંદર શરૂઆતથી એ ભાવના રહી છે કે, કે તેઓ રાજ કરવા જ પેદા થયા છે. ૨૦૧૪ની ચૂંટણી તેમના માટે મોટો ફટકો હતી અને રાહુલ ગાંધીનું મોદી સાથે બદલો લેવાનું સપનું ક્યારેય પુર્ણ નહીં થઇ શકે. ક્યાંક તે કોંગ્રેસ વિરૂદ્ધ જ સાબિત ના થઇ જાય. ગુરૂવારે રાહુલે કહ્યું હતું કે, તેઓ મોદીની છબી મિટાવી દેશે. મારો સવાલ છે કે, તમે એવા વ્યક્તિની છબી કેવી રીતે મિટાઇ શકો છો, જે આજે ખ્યાતિના ઉચ્ચ સ્તરે અને ઇમાનદાર છે. આ કોઇ વંશવાદી દિવસે સપના જોઇ રહ્યો હોય તેવું લાગે છે.
જેટલીએ કહ્યું કે, વંશવાદી પોતાના વિવેકથી પોતાની યોગ્યતા નક્કી કરે છે અને પોતાની છબી બનાવી લે છે. પોતાના માટે ખુદ અહંકારવાદી મત બનાવે છે. હંમેશા એવા લોકોને સાથે રાખે છે, જે બસ તેઓને જ સાંભળે. અહંકારમાં આવીને રાહુલે ચાર મહિના પહેલા કહી દીધું કે, મોદી વારાણસીથી ચૂંટણી હારી રહ્યા છે અને ભાજપની સીટો ઘટી જશે.
જેટલીએ કહ્યું હતુ કે, પહેલા પણ જ્યારે આ પ્રકારના મામલા સામે આવ્યા ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ જવાબ અપાયો નહોતો.રાહુલ ગાંધીએ ૨૦૦૨માં બેકોપ્સ કંપની બનાવવામાં આવી હતી.જેના થકી ડીફેન્સ ડીલ કરતી બે કંપની બનાવાઈ હતી. ૨૮ મે,૨૦૦૨ના રોજ ભારતમાં એક કંપની ખુલી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




