કોંગ્રેસના સર્જિકલ સ્ટ્રાઇકના દાવાને રિ.ડીએસ હુડ્ડાએ સમર્થન કર્યું

0
11

ન્યુ દિલ્હી,તા.૪
લોકસભા ચૂંટણીમાં એક તરફ જ્યાં ભાજપ પર સર્જિકલ સ્ટ્રાઇકના નામે વોટ માગવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે તો સાથે કોંગ્રેસે પણ દાવો કર્યો છે કે યૂપીએના કાર્યકાળમાં ૬ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. કોંગ્રેસના આ દાવાને હવે ઉરી સર્જિકલ સ્ટ્રાઇકના હિરો રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડાએ સમર્થન આપ્યું છે.
લેફ્ટનન્ટ જનરલ(રિ) ડીએસ હુડાએ કહ્યું કે, તમે આને સર્જીકલ સ્ટ્રાઇક કહી શકો કે પછી ક્રોસ બોર્ડર ઓપરેશન પણ કહી શકો જે આ પહેલા પણ સેના દ્વારા કરવામાં આવી છે. હાલ મારી પાસે ચોક્કસ તારીખ અને જગ્યા કહેવા માટે નથી જ્યાં આ સ્ટ્રાઇક આ પૂર્વે પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ડીએસ હુડા ઉરી વખતે ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના હિરો હતા જેમના નેતૃત્વ હેઠળ આર્મીએ પીઓકેમાં ઘુસીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ પહેલા કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકનો ડેટા મીડિયા સામે મુકિયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY