જે લોકો કાચના ઘરમાં રહે છે તે બીજા પર પથ્થર ફેંકતા નથી : રોબર્ટ વાડ્રા

0
6

ન્યુ દિલ્હી,તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પોલીસ તરફથી એસ્કોર્ટ નહીં મળતા જયપુર અજમેર હાઈવે પરના બગરુ પોલીસ મથકે ધરણા કરવા પડ્યા હતા. આ ઘટના બાદ રાબર્ટ વાડ્રાએ ફેસબુક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે અને કહ્યું કે જે લોકો કાચના ઘરમાં રહે છે તેમણે બીજા પર પથ્થર ફેંકવા જાઈએ નહીં.
રાબર્ટ વાડ્રાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો કાચના ઘરમાં રહે છે તે બીજા પર પથ્થર ફેંકતા નથી. આ વાત અમારા વડાપ્રધાન પર પણ લાગુ થવી જાઈએ. શું આ સારા દિવસ છે જે તેમના ભાઈ સ્વયં એસ્કોર્ટ ગાડી મેળવવા માટે ધરણા પર બેઠા છે?
તેમણે કહ્યું મારી સુરક્ષા અડધી કરી દેવાઈ જ્યારે મને દરેક બાજુથી જાખમ હતુ. મને તે સમય પણ યાદ છે જ્યારે મારી માતાની સુરક્ષામાં આપવામાં આવેલા ૨ સુરક્ષા કર્મચારી પણ બિલ્કુલ હટાવી લેવામાં આવ્યા, જ્યારે તેમના ઘરની બહાર લોકોની ભીડ લાગેલી રહેતી હતી જેઓ કોઈને કોઈ કારણસર મળવા માગતા હતા. જેમાં કોઈ પણ પ્રકારના લોકો હોઈ શકે છે. પરંતુ અમે સન્માનપૂર્વક સરકારના આ નિર્ણયને માન્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY