૨૧ વર્ષીય યુવાને સગીરા સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
29

સુરત,તા.૧૮
સરથાણામાં યુવકે ૧૬ વર્ષિય કિશોરીનું અપહરણ કરીને તેને બેહોશ કરીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સરથાણા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષિય રીમા( નામ બદલ્યું છે) સીમાડા વિસ્તારની સ્કુલમાં ધોરણ ૯માં અભ્યાસ કરે છે. તેની સ્કુલ પાસે આરોપી વિશાલ દુલા બેલડિયા(૨૧ વર્ષ, રહે. સત્યામ એપાર્ટમેન્ટ, મીની બજાર,વરાછા) આટાફેરા મારતો હતો. તેના કારણે રીમાની વિશાલ સાથે ઓળખાણ થઈ હતી. તેમની વચ્ચે દોસ્તી થઈ હતી. મે ૨૦૧૮માં વિશાલે રીમાને મળવા બોલાવીને તેનું અપહરણ કરીને અલગ-અલગ જગ્યાએ લઈ ગયો હતો. ત્યારે તેને કેફી પીણું પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. રીમાએ આરોપી વિશાલ વિરૂદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ભાવનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY