ન્યુ દિલ્હી,તા.૫
દિલ્હીની એક કોર્ટે દારૂ પીને ગાડી ચલાવવાના કેસમાં યુવકને બે સપ્તાહ સુધી ૭ કલાક રોજ વૃદ્ધાશ્રમમાં સેવા કરવાની સજા સંભળાવી છે. ન્યાયાધીશ સોનૂ અગ્નિહોત્રી એ મંગળવારે ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખીને યુવકને દોષી ઠેરવ્યો.જોકે કોર્ટે બે દિવસન કારાવાસના સ્થાને તેને સમાજ સેવા કરવાની સજા સંભળાવી છે.
કોર્ટેમાં વધુમાં આદેશમાં જણાવ્યું છે કે બે સપ્તાહ બાદ વૃદ્ધાશ્રમમાં સેવા કર્યાના દરેક દિવસનો ફોટો પણ જમા કરાવવામાં આવે. અગાઉ ટ્રાયલ કોર્ટે યુવકનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો.
દોષિત યુવક એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. તેણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો. ટ્રાયલ કોર્ટે બે દિવસના કારાવાસ અને ૨,૦૦૦ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ સિવાય લાઈસન્સ પણ છ મહિના માટે રદ કરવાનો આદેશ આપ્યો હતો. જાકે જજ અગ્નિહોત્રીએ કહ્યુ કે યુવક પરિવારમાં એકલો કમાનાર છે અને પ્રથમ વખત નશામાં ડ્રાઈવિંગ કરતો પકડાયો છે, આ કારણે તેની સાથે નરમાઈથી વ્યવહાર કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




