ન્યુ દિલ્હી/ભોપાલ,તા.૨૮
ભોપાલઃ ભારતે પડોસી પાકિસ્તાનને ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ અને વાતચીત સાથેસાથે ન ચાલી શકે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પડોસી દેશના સાર્ક સંમેલનમાં ભારતને આમંત્રણ આપવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આતંક ન અટકે ત્યાં સુધી કોઈ વાતચીત ન થઈ શકે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે પીએમ મોદી સાર્ક સંમેલનમાં ભાગ પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સાર્ક સંમેલન માટે ભારતને નિમંત્રણ પાઠવ્યાની વાત કહી હતી. જ્યારથી પાકિસ્તાનની પાસે સાર્ક અધ્યક્ષનું પદ ગયું છે, આ સંગઠનની કોઇ બેઠક થઇ શકી જ નથી.
સુષ્મા એ બુધવારના રોજ ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે પાડોશી સાથે વાતચીત કેવી રીતે થઇ શકે. સુષ્માએ સાર્ક સંમેલનમાં ભારતે સામેલ નહીં થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે આપણે પઠાનકોટ અને ઉરી હુમલાને પણ જાવો પડશે. વાત અને આતંક સાથોસાથ ચાલી શકે નહીં.
સાર્ક સમિટ માટે પીએમ મોદીને પાકે નિમંત્રણ પાઠવવા પર સુષ્મા એ કહ્યુંકે સાર્ક સંમેલન માટે તારીખ તમામ સભ્યોની સહમતિના આધાર પર નક્કી કરાય છે. આ એક સામાન્ય પરંપરા છે. તારીખ નક્કી થયા બાદ જ સભ્ય રાષ્ટ્રોને ઔપચારિક નિમંત્રણ મોકલાય છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત સાર્ક સંમેલનમાં કોઇ ખાસ અતિથિ નથી. તેના માટે પાકિસ્તાન ખાસ નિમંત્રણ મોકલશે. સાર્કનું ભારત અભિન્ન ભાગ રહ્યું છે. તમામ સભ્યોની સહમતિના આધાર પર જ સાર્ક સંમેલનની તારીખ નક્કી કરાઇ છે. જા કે અફસોસજનક છે કે આ વખતે એવું થઇ શકયું નહીં.
કરતારપુર કોરિડોરના પ્રશ્ન પર સુષ્માએ કહ્યુંકે સરકારો કોઇપણ રહી હોય બધા એ કરતારપુર કોરિડોરની માંગણી કરી હતી. આપણે બધા આ જ ઇચ્છતા હતા. સુષ્મા એ કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત સરકાર કરતારપુર કોરિડોર ખોલવા માટે પાકિસ્તાનને આગ્રહ કરી રહ્યું હતું. ત્યારે હવે પાકિસ્તાને સરકારાત્મક પ્રતિક્રિયા આપી છે. તેનો મતલબ એ નથી કે તેના લીધે દ્વિપક્ષીય વાતચીત શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન આજે નનકાના સાહિબમાં કોરિડરોનો શિલાન્યાસ કરવાના છે.
નવજાત સિંહ સિદ્ધુના કરતારપુર સાહિબ પર આપવામાં આવેલા નિવેદનો પર ધ્યાન અપાવા પર સુષ્મા સ્વરાજે કહ્યું કે આ કોઇ એક વ્યકિતની કોશિષ નહોતી. આ સરકાર ટુ સરકાર સ્તર પર કોશિષ હતી. નિર્ણય સરકારના સ્તર પર થાય છે કોઇ ખાનગી વ્યકિતના નહીં.
પંજાબના સીએમ અમરિંદર સિંહે પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ પર નહીં જવાના નિર્ણય અને તેમના મંત્રી સિદ્ધુનું પાકિસ્તાન જવાના નિર્ણય પર સુષ્મા એ કહ્યું કે તેના પર કાંગ્રેસે જ પ્રતિક્રિયા આપવી જાઇએ. આખરે કેમ તેમના મંત્રી પાકિસ્તાન ગયા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





