કચ્છના હરામીનાળા પાસે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

0
482

ભુજ,તા.૨૩
કચ્છના હરામીનાળા પાસે પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લેવામાં આવ્યો છે. કચ્છ સરહદે બોર્ડર સીક્્યૂરિટી ફોર્સ દ્વારા તાજેતરમાં વધારવામાં આવેલાં પેટ્રોલિંગ દરમિયાન સવારે એક બોટમાં બેસીને ભારતીય જળવિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલો પાકિસ્તાની નાગરિક બોટ સાથે પીલરનંબર ૧૧૭૦ પાસેથી ઝડપાઇ ગયો હતો.
સીમા સુરક્ષા દળોના જવાનોને હાથે ચડેલા પાકિસ્તાનીને ઝડપીને કોટેશ્વર લાવવામાં આવી રહ્યો છે. આપને જણાવીએ કે ઓપરેશન ઓલઆઉટને લઇને ગુજરાતની સરહદે પેટ્રોલિંગ સઘન બનાવાયું છે તે દરમિયાન ઘૂસણખોરીની આ ઘટના પ્રકાશમાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY