વાડ્રાએ રાહુલના નિર્ણયની પ્રશંસા કરી, કહ્યું : દેશના ૬૫ ટકા યુવાઓને તમારા પર ભરોસો

0
8

ન્યુ દિલ્હી,તા.૧૩
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધીના રાજીનામાની પ્રશંસા કરી . ફેસબુર પર રોબર્ટે લખ્યું- તમે દેશના યૂથ આઇકન છો. તેઓ તમને દિશા દેનાર તરીકે જૂએ છે. તમારા આ નિર્ણયમાં હું તમારી સાથે છું. જનસેવા કોઇ પદવીની મોહતાજ નથી હોતી.
વાડ્રાએ લખ્યું- રાહુલ, મને તમારાથી ઘણુ શીખવાનો મોકો મળ્યો છે. આપણા દેશમાં લગભગ ૬૫ ટકા યુવા એવા છે જેઓ તમારા માર્ગદર્શનમાં વિશ્વાસ રાખે છે. તમે તમારા ખૂબ જ સાહસિક અને દ્રઢ સંકલ્પિત વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે. તમારા જમીની સ્તર પર કામ કરવા અને દેશની જનતા સાથે નજીકથી જોડાવવાનો નિર્ણય ખૂબ સરાહનીય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY