શાખ પર માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાનો ઈન્કાર
સુરત, તા.૨૫
મુંબઈની વિમલનાથ એન્ટરપ્રાઈઝના વેપારીઅોએ સુરતના વેપારી સાથે રૂ.૧૩.૪૨ લાખની ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભટાર રોડ વનીતા પાર્ક, કેશવ નારાયણ પાર્કમાં રહેતાં આશિષ બળવંતભાઈ જૈન આરોપી અશોકકુમાર નૈનચંદ બાફના, પન્નાલાલ માવલીયા, પુરૂત્તમ શર્મા (વિમલનાથ એન્ટરપ્રાઈઝ અંધેરી મુંબઈ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ ફરિયાદી પાસેથી રૂ.૯,૭૨,૫૮૨ની કિંમતનો માલ ખરીદ્યો હતો. આ માલનું સમયસર પેમેન્ટ નહીં આપે તો ૨૪ ટકા વ્યાજ આપવાનું કબૂલ્યું હતું. તેમ છતાં પેમેન્ટ નહીં ચૂકવી વ્યાજ સહિત રૂ.૧૩.૪૨ લાખ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



