ટ્રેન મોડી પડશે તો રેલવે પ્રવાસીઓને અલ્પાહારની સુવિધા મળશે

0
10

લખનૌ,
દેશભરમાં ટ્રેન મોડી પડવાને લઈ રેલવેતંત્ર સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલ વિમાનોની પેટર્ન પર ટ્રેન મોડી પડે તો પ્રવાસીઓને કેટલીક સુવિધા આપવાનું વિચારી રહ્યા છે. તેમણે પોતાના અધિકારીઓને ટ્રેન મોડી પડે તો પ્રવાસીઓને અલ્પાહાર અને ખાનપાનની સુવિધા આપવાનું સૂચન કર્યું છે અને આ યોજના પર સત્વરે વિચારણા કરવા સૂચના આપી છે.
કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે વિમાનોની પેટર્ન પર જા મહવની ટ્રેન વધુ મોડી પડે તો પ્રવાસીઓને વિમાનોની જેમ સુવિધા આપવાનો વિચાર કરવામાં આવશે. દેશભરમાં ટ્રેન મોડી પડવાથી ભારે ઊહાપોહ થાય છે અને તેથી હવે રેલવે પણ વિમાની સેવાની જેમ મુખ્ય ટ્રેન લેટ થવા પર પ્રવાસીઓને ખાનપાનની સુવિધા આપી શકે છે. તેમણે આ અંગે સીધી જાહેરાત કરવાના બદલે તેના પર કામ કરવા અધિકારીઓને સૂચના આપી છે.
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ઉત્તર પ્રદેશના પત્રકારો સાથે વીડિયો કોન્ફરન્સંગમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપી રહ્યા હતા. બીજી બાજુ તેમણે જણાવ્યું હતું કે નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (એનબીસીસી) ટૂંક સમયમાં ચાર બાગ સ્ટેશન અને લખનૌ જંકશનના કાયાકલ્પ કરવાનું કામ શરૂ કરશે. ત્યાર બાદ લખનૌના લોકોને પણ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ મળવા લાગશે.
પીઆઈબી દ્વારા આયોજિત વીડિયો કોન્ફરન્સંગ દરમિયાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે માત્ર લખનૌ જ નહીં, સમગ્ર દેશમાં મોટા પાયે ડેવલપમેન્ટ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રેલવે લેન્ડ ડેવલપમેન્ટ અને એનબીસીસી ટૂંક સમયમાં કેટલાક રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરશે અને લખનૌ રેલવે સ્ટેશનમાં વધુ પ્લેટફોર્મનું પણ નિર્માણ થશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY