૫ વર્ષમાં સેનાએ ૯૬૩ આતંકવાદીઓને ઠાર માર્યા : ગૃહ મંત્રાલય

0
166

ન્યુ દિલ્હી,તા.૧૬
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં ગત ૫ વર્ષો દરમિયાન સુરક્ષાદળોએ કુલ ૯૬૩ આતંકીઓને ઠાર કર્યા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યા અનુસાર, આ સમયગાળામાં આતંકીઓ સાથે થયેલી અથડામણ અથવા આતંકી ઘટનાઓમાં આશરે ૪૧૩ જવાનોએ દેશ માટે પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
લોકસભામાં લેખિત જવાબમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે આતંકવાદ વિરુદ્ધ ઘાટીમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જમ્મુ અને કાશ્મીરમાં તેનાત સુરક્ષાબળ આતંકીઓ વિરુદ્ધ સઘન કાર્યવાહી અભિયાન ચલાવી રહ્યાં છે. જેની સફળતા સ્વરૂપ ૨૦૧૪થી અત્યાર સુધી કુલ ૯૬૩ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. સાથે જ ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન આશરે ૪૧૩ જવાન શહીદ થયા છે.
ગૃહ મંત્રાલયે લેખિત જવાબમાં તેમ પણ જણાવ્યું છે કે કેન્દ્રીય સશસ્ત્ર બળોએ હેડક્વાર્ટર અને યુનિટ લેબલ પર વેલફેર ઓફિસર્સની નિયુક્તિ કરી છે. જેથી ડયુટી દરમિયાન પોતાના પ્રાણની આહુતિ આપનાર જવાનોના પરિજનો સુધી રાહત પહોચાડી શકાય. મંત્રાલય અનુસાર વેલફેર ઓફિસર્સ દ્વારા તમામ નિર્ધારિત લાભ શહીદોના પરિવારો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY