લોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયા : મોદીનો બ્લોગ

0
7

ન્યુ દિલ્હી,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિગજ્જ નેતા રામ મનોહર લોહિયાની જયંતિ પર તેમને યાદ કરતા કોંગ્રેસ અને દેશના સમાજવાદી પક્ષો પર નિશાન સાધ્યું હતું. તેમણે લોહિયાની જન્મજયંતિ પ્રસંગે બ્લોગ લખીને સમાજવાદી વિચારધારા ધરાવતા પક્ષોના કોંગ્રેસ સાથેના ગઠબંધન પર પ્રહાર કરતા લખ્યું હતું કે જે બિન-કોંગ્રેસ માટે લોહિયા આજીવન લડતા રહ્યા, તેમની સાથે જ મહામિલાવટી ગઠબંધન કરી લેવાયું છે. આ બ્લોગને ટિવટ પણ કરાયો હતો.
નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી અને આરજેડી જેવા પક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘દુર્ભાગ્યની વાત એ છે કે રાજકારણમાં આજે આવો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેને જોઈને ડો. લોહિયા પણ વિચલિત, વ્યથિત થઈ ગયા હોત. એ પક્ષ જે ડો. લોહિયાને પોતાના આદર્શ માનતા થાકતા નથી, તેમણે સંપૂર્ણ રીતે તેમના આદર્શોને તિલાંજલિ આપી દીધી છે. ત્યાં સુધી કે આ દળો ડો. લોહિયાને અપમાનિત કરવાની પણ કોઈ તક નથી છોડતા.’
વડાપ્રધાને ઓડિશાના વરિષ્ઠ સમાજવાદી નેતા સુરેન્દ્રનાથ દ્વિવેદીની એક કોમેન્ટનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ‘ડો. લોહિયા અંગ્રેજાના શાસનકાળમાં જેટલીવાર જેલમાં ગયા, તેનાથી વધુ અનેકવાર કોંગ્રેસની સરકારે તેમને જેલમાં મોકલ્યા. આજે એ જ કોંગ્રેસ સાથે કથિત લોહિયાવાદી પાર્ટીઓ તકવાદી મહામિલાવટી ગઠબંધન માટે ઉતાવળી બની છે. આ વિટંબણા હાસ્યાસ્પદ છે અને ટીકાને પાત્ર પણ છે.’
વડાપ્રધાને લખ્યું છે કે, ‘ડો. લોહિયા વંશવાદી રાજકારણને હંમેશા લોકશાહી માટે ઘાતક ગણાવતા હતા. આજે તેઓ આ જાઈને પરેશાન થઈ ગયા હોત કે તેમના ‘અનુયાયીઓ’ માટે પોતાનો પરિવારનું હિત દેશહિત કરતા ઉપર છે. ડો. લોહિયાનું માનવું હતું કે જે વ્યકિત, ‘સમતા,’ ‘સમાનતા’ અને ‘સમત્વ ભાવ’થી કાર્ય કરે છે, તે યોગી છે. દુઃખની બાબત છે કે પોતાને લોહિયાવાદી કહેનારી પાર્ટીઓ આ સિદ્ધાંતને ભૂલી ગઈ છે. તે માત્ર ‘સત્તા’, ‘સ્વાર્થ’ અને ‘શોષણ’માં વિશ્વાસ કરે છે. આ પક્ષોને જેમ તેમ કરીને સત્તા પ્રાપ્ત કરવા, જનતાની ધન-સંપત્તિ લૂંટવા અને શોષણમાં મહારથ હાંસલ છે. ગરીબ, દલિત, પછાત અને વંચિત સમાજના લોકો સહિત મહિલાઓ પોતાને આ લોકોના શાસનમાં સુરક્ષિત હોવાનો અહેસાસ નથી કરતી, કારણ કે આ પક્ષો ગુનેગાર અ્‌ને અસામાજિક તત્વોને ખુલ્લો દોર આપવાનું કામ કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY