અફેરની ચર્ચાઓ વચ્ચે પ્રિયંકાને મળવા મુંબઈ આવ્યો નિક

0
11


મુંબઈ,તા.૧૭
નિક અને પ્રિયંકાનાં રિલેશનની ચર્ચાઓને જોર પકડ્યું છે. વાત હવે લગ્ન સુધી વધી રહી છે. આ પહેલા પ્રિયંકા અને નિકે સગાઈ કરી લીધી હોવાનાં સમાચાર પણ છે. નિકે પહેલાથી જ પ્રિયંકા સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી દીધી છે. બંને વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે તેનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવી શકે છે કે નિક પરિવાર સાથે ભારત આવી ચૂક્યો છે. નિક સાથે તેના માતા-પિતા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
નિકનાં પેરેન્ટ્‌સ પણ ૧૮ આૅગષ્ટ, ૨૦૧૮નાં આયોજિત થનારી પાર્ટીમાં ઉપસ્થિત રહેશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નિક અને પ્રિયંકા આૅક્ટોબર ૨૦૧૮માં લગ્ન કરી શકે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY