રાણપુરના ખસ ગામને હડકાયા કુતરાઓએ બાનમા લીધુ.

0
365

સાત હજારની વસ્તી ધરાવતા ખસ ગામમા છેલ્લા બે દિવસમા 20 થી વધુ લોકોને હડકાયા કુતરા કરડતા હાહાકાર.

ધોળા દિવસે ગામની બજારો સુમસામ બની, સ્કુલના વિદ્યાર્થીઓ દફતર સાથે લાકડીઓ લઈ સ્કુલે જાય છે.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામની વસ્તી 7000 થી પણ વધુ છે આ ગામમા છેલ્લા બે દિવસથી હડકાયા કુતરાઓએ 20 થી વધુ લોકોને કરડતા ગામ આખુ આ કુતરાઓએ બાનમા લીધુ છે ધોળા દિવસે પણ ગામની બજારો સુમસામ બની ગઈ છે. અને આ કુતરા કરડતા લોકો સારવાર માટે બોટાદની હોસ્પીટલે જતા ત્યાં હડકવા માટેની આપવામા આવતા ઈન્જેક્શન ન હોવાના લીધે આ તમામ લોકોને ભાવનગરની સર.ટી હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા.
આ અંગે ખસ ગામના સરપંચ છનાભાઈ પરમાર અને આગેવાન બળવંતસિંહ દાયમાએ જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકાનુ ખસ ગામે છે આ ગામમા હાલ ભયનો માહોલ છે. અને છેલ્લા બે ત્રણ દિવસથી હડકાયા કુતરાઓએ આ ગામને બાનમા લીધુ છે. આ ગામના રેઢીયાર 8 થી 10 પશુઓને હડકવા થયો હતો અને હાલમા છેલ્લા બે ત્રણ દિવસથી ગામના કુતરાઓને હડકવા ઉપડતા ગામના 20 થી 25 લોકોને આ કુતરા કરડતા આ તમામ લોકોને વારાફરતી સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પીટલ ખાતે લઈ જતા આ દવાખાનામા હડકવા વિરૂધ્ધ ની રસી ન હોવાથી તમમાને ભાવનગરની સર.ટી હોસ્પીટલ ખાતે મોકલી આપવામા આવ્યા હતા. આ મુદ્દે ગામના સરપંચ અને બળવંતસિંહ તાત્કાલિક સોનાવાલા હોસ્પીટલ ખાતે દોડી જઈ ત્યાં હાજર ડોક્ટર એન.કે.પરમારને આ તમામ દર્દીઓને ભાવનગર મોકલવાનુ સુ કારણ તો ડોક્ટરે જણાવેલ કે હડકાયુ કુતરૂ કરડે તે માટેનુ જે ઈન્જેક્શન (રસી) આવે તે આ દવાખાનામા નથી માટે તમામ દર્દીઓને ભાવનગરની હોસ્પીટલે ખસેડવામા આવ્યા છે. ત્યારબાદ આ બન્ને લોકોએ જીલ્લા આરોગ્ય અધીકારી જયંત પટેલને મળી વહેલીતકે આ ઈન્જેક્શન (રસી) બોટાદની સોનાવાલા હોસ્પીટલમા મળી રહે તે માટેની રજુઆત કરી હતી જેથી કરી આ ગામડાના લોકોને ભાવનગર જેટલે દુર જવુ ન પડે અને મોધાભાવની દવાઓના ખર્ચ ન થાય અને લોકોને સારવાર વહેલીતકે મળી રહે તેમ જણાવ્યુ હતું.

ખસ ગામમા હડકાયુ કુતરૂ કરડેલા દર્દીઓ

(1) મીતલબેન પાંચાભાઈ ભરવાડ (2) લીલાબેન હસુભાઈ મેર, (3) પાંચુબેન માવજીભાઈ મેર, (4) હાર્દીકભાઈ દાયમા, (5) જયપાલ અરવિંદભાઈ ચાવડા, (6) ભવાની મોબતસિંહ મકવાણા, (7) પુજા રણજીતભાઈ મીઠાપરા, (8) હેતલ મુકેશભાઈ જોગહવા, (9) હંસાબેન ધનજીભાઈ મકવાણા, (10) જશપાલ વનરાજસિંહ પઢાર, (11) વિપુલ રણમલભાઈ મીઠાપરા, (12) લખીબેન ગેલાભાઈ પરમાર, (13) જીતુભાઈ ભીલના પત્ની તેમજ દાહોદ જીલ્લા માથી મજુરી કામે આવેલ પાંચથી સાત લોકો.

હડકાયા કુતરાએ ગામને બાનમા લીધુ, બજારો સુમસામ, વિદ્યાર્થીઓ દફતર સાથે લાકડી લઈ સ્કુલે પહોચ્યા. ખસ ગામે બે ત્રણ દિવસથી હડકાયા બનેલ કુતરાએ બાનમા લીધુ છે દીવસે પણ ગામની શેરીઓ જાણે કરફ્યુ હોય તેમ સુમસામ બની ગઈ છે તેમજ ગામમા આવેલ સરકારી પ્રાથમિક શાળામા વિદ્યાર્થીઓ દફતર સાથે લાકડીઓ લઈ સ્કુલમા આવ્યા હતા. આમ હડકાયા કુતરાઓએ ખસ ગામને બાનમા લીધુ હતું.

ગામના પી.એચ.સી. કેન્દ્રમા આવી ઈન્જેક્શન (રસી) આપવામા આવતી નથી:– વિપુલભાઈ કાનેરીયા ડોક્ટર પી.એચ.સી. કેન્દ્ર ખસ ગામ

ગામમા પી.એચ.સી. કેન્દ્ર છે પરંતુ પી.એચ.સી. કેન્દ્રમા માત્ર સાદુ કુતરૂ કરડ્યુ હોય તેવા દર્દીઓ માટે વેક્સીન નામની રસી આપવામા આવે છે જે અમારા પી.એચ.સી. કેન્દ્રમા હોય છે પરંતુ હડકાયુ કુતરૂ કરડે એના માટેની રસી અમારી પાસે ન હોય અને એ અમો આપી પણ ન શકીએ તેથી આવા દર્દીઓને મોટી હોસ્પીટ્લમા જવુ પડે છે.

હડકવા માટેની રસી મોંઘી હોય છે અને તેની ક્યારેક જ જરૂર પડે છે તેથી હાજર રાખવામા આવતી નથી:-એન.કે.પરમાર ડોક્ટર સોનાવાલા હોસ્પીટલ,બોટાદ

બોટાદ સોનાવાલા હોસ્પિટલના ડોક્ટર એન.કે.પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે હડકાયુ કુતરૂ કરડે તેના માટે એચ.આર.આઈ.જી. નામની રસી આપવામા આવે છે જે બહુમોંઘી હોય છે. આ રસીની ક્યારેકજ જરૂર પડે છે. ન વપરાય તો એક્ષપાયરડેટ થઈ જાય છે તેથી આ રસી હાલમા હોસ્પીટલમા ઉપલબ્ધ નથી તેમજ આજુબાજુના દવાખાનામા પણ ન હોવાથી ખસના આ તમામ દર્દીઓને ભાવનગરની સર.ટી. હોસ્પીટલ ખાતે ખસેડવામા આવે છે.

દર્દીઓ મોંઘી દવાનો આગ્રહ રાખતા હોય છે:- જયંત પટેલ જીલ્લા આરોગ્ય અધિકારી,બોટાદ

હડકવાની રસી હોસ્પીટલમા છે જ પરંતુ દર્દીઓના સગા મોંધા ઈન્જેક્શનનો આગ્રહ રાખતા હોવાથી મોટી હોસ્પીટલમા દર્દીઓને રીફર કરવામા આવે છે.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY