નિરવ મોદી સામેની તપાસને પાટા પરથી ઉતારવા મારી ટ્રાન્સફરઃ સીબીઆઈ અધિકારીનો આક્ષેપ

0
8

ન્યુ દિલ્હી,તા.૧૯
સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચેના ટકરાવમાં જેટલા સીબીઈઆઈ અધિકારીઓની સરકારે ટ્રાન્સફર કરી છે તે પૈકીના વધુ એક અધિકારીએ બદલીના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સીબીઆઈના ડીઆઈજી મનિષકુમારે સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશનમાં આક્ષેપ કર્યો છે કે રાકેશ અસ્થાના અને કૌભાંડી નીરવ મોદીના પીએનબી બેન્ક ગોટાળાની તપાસને પાટા પરથી ઉતારી દેવા માટે મારી બદલી નાગપુર ખાતે કરવામાં આવી છે.
નિરવ મોદી અને મેહુલ ચોક્સીના કેસમાં એમ પણ વિપક્ષ મોદી સરકાર પર આક્ષેપો કરી રહ્યું છે ત્યારે સીબીઆઈ અધિકારીના દાવાના કારણે સરકાર પર વિરોધી પાર્ટીઓને વધુ માછળા ધોવાની તક મળી છે.
મનિષકુમારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરતા કહ્યું હતુ કે મંગળવારે જ્યારે આલોક વર્માની અરજી પર સુનાવણી થવાની છે તો સાથે સાથે મારી અરજી પર પણ સુનાવણી કરવામાં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY