કપલને કઢંગી હાલતમાં જોઇ કિશોરે સગી બહેન પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
27

સુરત,તા.૧૨
સુરતના ડિંડોલીમાં સગીબહેન સાથે દુષ્કર્મ કરનાર ભાઇ વિરુદ્ધ જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન માસૂમ પીડિતાએ ભાઇની કરતૂતોને નીડરતાથી કોર્ટમાં ખુલ્લી કરી હતી. કોર્ટમાં અંદાજિત એક કલાક સુધી આપવીતિ વર્ણવી હતી. ગત વર્ષ નવરાત્રિના દિવસોમાં બગીચામાં બેઠેલા કપલને કઢંગી હાલતમાં જાઇ કિશોરે સગીબહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સુરત શહેરમાં માસૂમ બાળાઓ સાથે વધી રહેલા દુષ્કર્મના બનાવોમાં ગત વર્ષે ડિંડોલી વિસ્તારમાં ઉપરાઉપરી બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. આરોપીને પકડવા આકાશ પાતાળ એક કરનારી પોલીસે કેસની એક પછી એક કડી જાડી આરોપી તરીકે માસૂમ બાળકીના સગાભાઇની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ હતી.
જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં અત્યાર સુધી વિવિધ સાક્ષીઓની સરતપાસ અને ઉલટતપાસ બાદ બાખીના પિતાની જુબાની નોંધાવામાં આવી છે. ખૂબ ઝડપથી ચાલી રહેલા આ કેસમાં જુવેનાઇલ કોર્ટે ભોગ બનેલી માસૂમ બાળકીની જુબાની નોંધી હતી.
જુવેનાઇલ કોર્ટના જસ્ટિસ રૂબરૂ એક કલાક સુધી બાળકીને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા બાળકીએ જવાબમાં પોતાની સાથે થયેલી આપવીતિ વિગતવાર કોર્ટમાં જણાવી હતી. ભાઇ દ્વારા જ પોતાની સાથે ગંદુકામ કરાયું હોવાનું કોર્ટને જણાવ્યું હતું. બાળકીનું નિવેદન સાંભળી કોર્ટ રૂમમાં ઉપસ્થિત સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY