એક અથવા પેગ શરાબ પીનાર લોકો માટે સારા સમાચાર છે. અમેરિકામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અથવા બે પેગથી ફેફસાના રોગને ઘટાડવામાં મદદ મળે છે . અમેરિકામાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ (એનએએલએફડી)થી ગ્રસ્ત લોકોની સંખ્યા ખૂબ વધારે છે. અમેરિકામાં એનએએલએફડી સૌથી સામાન્ય ફેફસાના રોગ તરીકે છે. આનાથી અમેરિકન પુખ્ત વયના લોકો પૈકી ત્રીજા પુખ્ત વયના વ્યક્તને અસર થઈ રહી છે. આ રોગ માટેનું કારણ ચોક્કસપણે જાણી શકાયું નથી. અલબત્ સ્થુળતા અને ડાયાબિટીસ જાખમી પરીબળો છે. એનએએલએફડીના લક્ષણ ધરાવતા મોટાભાગના દર્દીઓ ને હવે કેટલીક સલાહ આપવામાં આવી છે. કાર્ડિઓવેસક્યુલર રોગ માટે પણ એનએએલએફડી જાખમી પરીબળ તરીકે છે. આવા દર્દીઓના મોતનું પ્રમાણ પણ વધારે રહ્યો છે.
પરંતુ આવા દર્દીઓને આવરી લઈને હાલમાં એક અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે ઓછા પ્રમાણમાં શરાબ સેવન દર્દીના કાર્ડિઓવેસક્યુલર રોગના ખતરાને ઘટાડે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ક્લનીકલ સંશોધકોએ કહ્યું છે કે ઘણી સાવધાની રાખવાની તાકિદની જરૂર છે. આ અભ્યાસ મુજબ ઓછા પ્રમાણમાં શરાબ પીનાર અથવા તો એક અથવા બે ડ્રીંક પીનારમાં ફાયદો થાય છે. શરાબ નહી પીનાર લોકોની સરખામણીમાં એક અથવા બે પેગ શરાબ લીવરના રોગને ઘટાડવામાં ચાવીરૂપ ભુમિકા ભજવે છે. જનરલ ઓફ થેપાટોલોજીના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. હજુ વધુ અભ્યાસ હાથ ધરવામાં આવી શકે છે. એક અથવા બે પેગ અને ઓછા શરાબના ઉપયોગથી રોગ કઈ રીતે ઘટે છે તેના કારણો અપાયા નથી. સામાન્ય રીતે તબીબો શરાબના ઉપયોગની સલાહ આપતા નથી. જેથી આ તારણ આશ્ચર્યજનક છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



