મુંબઈ,તા.૨૬
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ઍક્ટિંગ ડેબ્યૂ કરશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. હવે આ અહેવાલ થોડા સમયમાં જ સાચા પડશે તેવું લાગી રહ્યું છે. રિપોટ્ર્સનું માનીએ તો શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો એક એડ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. બંને કોઈ હોમ અપ્લાયંસની એડમાં સાથે જોવા મળી શકે છે.
આ ઉપરાત મીરા બેબી પ્રોડક્ટની કોઈ એડમાં પણ જોવા મળી શકે છે. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે, મીરાએ કોઈ વિદેશી બેબી પ્રોડક્ટની એડ માટે શૂટિંગ કર્યું છે. શૂટિંગ દરમિયાન મીરાએ કોઈ પ્રોફેશનલ એક્ટરની જેમ એક જ ટેકમાં બધું શૂટ કરી લીધું હતું.
શાહિદ આજકાલ ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ જોવા મળશે.
તમને જણાવી દઈએ કે શાહિદની પત્ની મીરા બીજી વખત પ્રેગ્નેન્ટ છે અને થોડા મહિનામાં જ બીજા બાળકને જન્મ આપશે. એવામાં એડ કંપનીઓ તેનો અપ્રોચ કરી રહી છે. મીરા અને શાહિદની એક પુત્રી મિશા છે, જે લગભગ ૨ વર્ષની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



