બલૂચિસ્તાન આઝાદ થશે તો સૌથી પહેલી પ્રતિમા નરેન્દ્ર મોદીની સ્થાપિત કરીશું

0
5

પેશાવર,તા.૧૪
અમારું બલુચિસ્તાન આઝાદ થશે તો સૌથી પહેલી પ્રતિમા અમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્થાપિત કરીશું, એવી જાહેરાત પેશાવરમાં બલુચ મહિલા નેતા નાયલા કાદરીએ કરી હતી.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન બલુચ પ્રજાની કત્લેઆમ કરી રહ્યું છે. પાકિસ્તાન બલુચોનો સંહાર કરી રહ્યું છે. બલુચ પ્રજા હવે પાકિસ્તાનથી છૂટ્ટી પડવા માગે છે. બલુચિસ્તાનને આઝાદી મળશે તો અમે સૌથી પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા સ્થાપિત કરીશું.
નાયલાએ કહ્યું કે શ્રી મોદીએ જે રીતે હિંમતભેર પગલું લીધું છે, એની સામે દુનિયાની કોઇ સત્તાએ અવાજ ઊઠાવ્યો નથી. પાકિસ્તાન છેલ્લાં ૭૦ વર્ષથી અમારા પર અત્યાચાર કરી રહ્યું છે. મોદીજી અમારા હીરો છે, અમારા ભાઇ છે. અમે જાનના જોખમે હિંગળાજ માતાના મંદિરની રક્ષા કરી છે. ભારત અમારી આઝાદીની લડતમાં અમને સહકાર આપે. લાંબે ગાળે ભારતનેજ લાભ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY