વાશિંગ્ટન,તા.૨૬
પેપ્સીના પૂર્વ સીઈઓ ઈન્દ્રા નુઈ(૫૨)ને એમેઝોનના બોર્ડ મેમ્બરમાં સામેલ કરવામાં આવ્યા છે. તે અમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ઓડિટ કમિટીમાં રહેશે. એમેઝોને સોમવારે આ માહિતી આપી હતી. નૂઈએ ગત વર્ષે ઓક્ટોબરમાં પેપ્સીના સીઈઓના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં તેમણે ચેરમેન પદ છોડ્યું હતું.
નૂઈએ આ મહીને એમેઝોનના બોર્ડમાં સામેલ થનારી બીજી મહિલા છે. અગાઉ સ્ટારબક્સના સીઓઓ રોજાલિંડ બ્રેવરને નિર્દેશક તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. અમેઝોનના ૧૧ સભ્યોના બોર્ડમાં અત્યાર સુધીમાં નૂઈ સહિત ૫ મહિલાઓ થઈ ગઈ છે. એમેઝોને કંપનીના બોર્ડમાં વિવિધતા લાવવા માટે ગત વર્ષે નવી પોલિસીની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે તે બોર્ડમાં મહિલાઓની સંખ્યા વધારશે.
ઈન્દ્રા નૂઈને ૩ વર્ષના હપ્તામાં શેર મળશે. શેરનો પ્રથમ હિસ્સો ૧૫ મે ૨૦૨૦ના રોજ મળશે. એમેઝોનના શેર સોમવારે ૧૬૩૩ ડોલર પર બંધ થયો હતો. આ હિસાબથી નૂઈને મળનારા શેરની વેલ્યુ ૮,૯૬,૫૧૭ ડોલર(૬.૩૬ કરોડ રૂપિયા થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


