બોલો..પુજારીએ દારૂના નશામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મારી નાંખવાની ધમકી આપી!

0
201

તિરુવનંતપુરમ્‌,તા.૬
કેરળ પોલીસે એક મંદિરના પુજારીની ધરપકડ કરી લીધી છે. ખરેખર આ પુજારીએ દારૂના નશામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રામનાથ કોવિંદ ત્રણ દિવસની યાત્રા પર કેરળના ત્રિશૂર પહોંચ્યા છે. અહીં તેઓ સોમવારે સેન્ટ થોમસના શતાબ્દી સમારંભમાં શામિલ થશે. પુજારીએ આ સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આરોપી તિરુવરમપુરમ્થી ૨૮૦ કિલોમીટર દૂર ત્રિશૂરના ચિરાકાળ ભગવાંથી મંદિરના પૂજારી છે.
પૂજારી જયારામને સોમવારે રાત્રે એક વાગ્યે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની હત્યા કરી દેવામાં આવશે. તેમની ધમકી પછી પોલીસ ટીમ તરફ હરકતમાં આવી. તેમને કોલ ડિટેલને આધારે પુજારીને ટ્રેક કરીને તેની ધરપકડ કરી લીધી. ત્રિશૂરના એસપી દ્વારા જણાવવામાં આવ્યું કે પૂજારી જયારામને દારૂના નશામાં આવી ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું કે જયારે તેમનો નશો ઉતાર્યો ત્યારે તેમને યાદ જ ના હતું કે તેમને રાત્રે આવી કોઈ ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રિશૂરના ગુરુવાયૂર મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે જઈ રહ્યા છે તેને જોતા આરોપી પુજારીની ધરપકડ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિના પાછા જતા પુજારીને છોડી મુકવામાં આવ્યા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY