(જી.એન.એસ)વડોદરા,તા.૨૨
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કરણીસેનાના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલાં વડોદરાના PSI સંજયસિંહ જાડેજાએ વહેલી સવારે વડોદરાની અલ્કાપુરી પોલીસ ચોકીમાં પોતાની સર્વિસ રિવોલ્વર વડે માથામાં ગોળી મારીને આપઘાત કર્યો હતો. ઘટના મામલે પોલીસે તપાસ કરતા પોલીસને એક સુસાઈટ નોટ મળી હતી. PSIના આપઘાત મામલે રાજકોટ કરણીસેનાએ એક વીડિયો વાયરલ કરીને સરકાર સામે PSIના આપઘાત મામલે તટસ્થ તપાસની માગણી કરી હતી પરતું આ બાબતે પોલીસ દ્વારા તપાસમાં ઢીલ કરવામાં આવતા રાજકોટ કરણી સેનાના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ કરવાના કરવાના કારણે અડધા કિલોમીટર સુધી વાહનોની લાઇનો જાવા મળી હતી. આ ઉપરાંત કરણીસેનાના કાર્યકર્તાઓએ ‘સરકાર ક્યાં મૂંજાય છે’, ‘કરણી સેના જિંદાબાદ’, ‘PSIને ન્યાય આપો’, ‘ગૃહમંત્રી જવાબ આપો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ બાબતે કરણી સેનાના આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે વડોદરા પોલીસ કમિશનર, ગુજરાત સરકાર અને ગૃહ મંત્રીને PSIના આપઘાત મામલે તટસ્થ તપાસ કરવા માટે ૭ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. અલ્ટીમેટમ આપ્યા પછી પણ અમને સરકાર દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. જેના કારણે આજે રોજકોટ હાઇવે ચક્કાજામ કરીને અમારા આંદોલનની શરૂઆત કરી છે. જા સરકાર વહેલી તકે જવાબ નહીં આપે તો કરણીસેના દરેક શહેરમાં વિરોધ પ્રદર્શન કરશે અને સરકાર સામે મોરચો માંડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



