અંગત અદાવતમાં પૂજારીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરાતા ચકચાર મચી

0
43

દાંતીવાડા,તા.૧૫
દાંતીવાડા તાલુકાના વાવધરા ગામમાં આધેડ પૂજારીની હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. વાલ્મિકી ઈસમ દ્વારા અંગત અદાવતમાં જંગલ વિસ્તારમાં માથાના ભાગે કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. દાંતીવાડા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. સાથે જ એફએસએલ અધિકારીના સાથે મળીને આગળની તપાસ હાથ ધરી છે.
આધેડ પૂજારીની પુત્રીએ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પૂજારીએ સવારે જંગલમાં લાકડા લેવા જઉ છું કહીને ઘરેથી કુહાડી અને દોરી લઈને ઘરેથી નીકળ્યા હતા. બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો પિતાની શોધખોળ માટે રવાના થયા હતા. મોડી રાત્રે જંગલમાંથી ખુનથી લથપથ લાશ મળી આવતા પરિવારજનો ઉપર આભ ફાટ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY