પ્રભાસની ફિલ્મ ‘સાહો’માં સલમાન જોવા નહીં મળે

0
11

મુંબઈ,તા.૨૭
એવા કેટલાક સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાઉથના સુપરસ્ટાર પ્રભાસની નેક્સ્ટ ફિલ્મ ‘સાહો’માં એક કેમિયો કરી શકે છે. આ સમાચારને સાંભળ્યા પછી સલમાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઇ ગયા હતા. પણ, હવે એવું લાગે છે કે ફેન્સની આ ઇચ્છા પૂરી થઇ નહીં શકે. એક ઇન્ટર્વ્યૂમાં સાહોના ડાયરેક્ટર સુજીતે આ વાતને ખોટી જણાવી છે.
તેણે એમ પણ જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચુકવ્યું છે અને અત્યારે તેનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. હવે ફિલ્મમાં કશું જ નવું જાડવામાં નહીં આવે. જણાવી દઇએ કે આ ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાના મોટા બજેટથી બની રહી છે જેમાં પ્રભાસ જબરદસ્ત એક્શન અવતારમાં જાવા મળશે. ફિલ્મના સ્ટન્ટને હોલિવૂડના ફેમસ સ્ટન્ટ ડાયરેક્ટર કેની બેટ્‌સે ડાયરેક્ટ કર્યા છે. એવું પણ કહેવાય છે કે ફિલ્મના હિન્દી ડબિંગ માટે પ્રભઆસ હિન્દી પણ શીખી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર જાવા મળશે. ફિલ્મ આ મહિને ઓગસ્ટમાં રિલિઝ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY