મુંબઈ,તા.૮
આમિર ખાન એક ડ્રીમ પ્રોજેક્ટ પર લાંબા સમયથી કામ કરી રહ્યો છે, આ પ્રોજેક્ટ કોઇ ફિલ્મનો નથી પણ પોતાના ઘરનો છે. મુંબઇના પાલી હિલમાં બનેલી મરીના બિલ્ડિંગમા આમિર ખાનનો એક ફ્લેટ છે. આમાં આમિર ખાન લાંબા સમયથી ફેરફારો કરવાનું વિચારી રહ્યો હતો, તેને ઘરમાં એક નવી સીડીઓ પણ બનાવવી હતી. આ આખા ચેન્જીસનું કામકાજ શરૂ પણ થઇ ચૂક્યું હતું પણ બીએમસીએ કામ પર રોક લગાવી દીધી હતી. બીએમસીએ આમિરને નોટિસ ફટકારી દીધી હતી.
બીએમસીએ નોટિસમાં લખ્યું હતું કે, આમિર ખાનના ઘરમાં થતાં કન્સ્ટ્રક્શનથી આજુબાજુ રહેતા લોકોને પરેશાન થઇ રહી છે. આ મામલો ગયા વર્ષનો છે. વર્ષ ૨૦૧૭ માં જ્યારે બીએમસીએ આમિરને નોટિસ આપી હતી ત્યારે બે મુખ્ય ચિંતાઓ હતી, જેમાં એક ત્યાં રહેનારા લોકોની પરેશાનીઓ અને બીજી તેમના ફ્લેટમાં અંદરથી નીકળતી સીડીઓ હતી.
પણ હવે બીએમસીએ તરફથી ક્લીયરન્સ આપવામાં આવી છે, જોકે, રિપોટ્ર્સ અનુસાર, આમિર ઉપર થોડીક પેનલ્ટી પણ લગાવવામાં આવી છે. ત્યારબાદ જ આમિરને પોતાના ઘરમાં કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




