વસ્ત્રાલમાં ૨.૪૩ લાખના દાગીના ચોરીનો કેસ ઉકેલાયો,પ્રેમી જ નીકળ્યો ચોર

0
38

અમદાવાદ,તા.૧૬
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતીને નીતિન દિનેશ પટેલ નામના યુવક સાથે લગ્નેતર સંબંધો બંધાયા હતા. આ યુવતી તેના પ્રેમીને પોતાના ઘરે બોલાવતી અને તેની સાથે રંગરેલિયાં મનાવતી હતી. બંને પ્રેમિકાના ઘરમાં જ સેક્સ માણીને પોતાની હવસ સંતોષતાં હતાં.
દરમિયાનમાં એક દિવસ પ્રેમી નીતિન યુવતી સાથે સેક્સ માણવા માટે પ્રેમિકાના ઘરે આવ્યો ત્યારે તેણે પ્રેમિકાના ઘરમાંથી ૨.૪૩ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. પ્રેમિકાને આ વાતની ખબર પડતાં તેના હોશ ઉડી ગયા હતા. ઘરનાં લોકો દાગીના વિશે પૂછે તો શું કહેવું તેની ચિંતામાં તે પડી ગઈ હતી.
પ્રેમિકાએ તરત જ પ્રેમીને દાગીના પાછા આપવા કહ્યું હતું. પ્રેમીએ બેશરમ બનીને દાગીના ચોર્યાની કબૂલાત કરી હતી. નીતિન દિનેશ પટેલે ચોરી અંગે ફરિયાદ ન કરવા પ્રેમિકાને ધમકી આપી હતી. પ્રેમિકા ફરિયાદ કરે તો તેની સાથેના સંબધો જાહેર કરવાની ધમકી તે આપતો હતો.
જો કે આ મામલે ઘરનાં લોકોનું દબાણ વધતાં છેવટે પ્રેમિકાએ પોતાના લગ્નેતર સંબંધોની કબૂલાત કરીને પ્રેમી નીતિને ચોરી કરી હોવાનું જણાવી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રામોલ પોલીસે પ્રેમી નીતિન પટેલની ધરપકડ કરી લીધી છે. તેમજ પ્રેમી પાસેથી ચોરીના દાગીના પણ કબજે કર્યા છે.
પ્રેમી નીતિન પટેલે ૯૦૦૦૦ની કિંમતનો સોનાનો હાર, ૧૪ હજારની સોનાની એક જોડી બુટી, ૫૫૦૦૦ના સોનાના બે નંગ પાટલા, ૪૨ હજારનું સોનાનું લોકેટ, ૨૮ હજારનો સોનાનો દોરો ગણપતિજીના પેન્ડલ સાથે, ૧૪૦૦૦નો નાનો સોનાનો દોરો મળીને કુલ ૨ લાખ ૪૩ હજારની ચોરી કરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY