મિલ માલિક પાસેથી પૈસા પડાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર પત્રકાર ઝડપાયો

0
8

સુરત,તા.૩
સુરતના ખટોદરા વિસ્તારમાં મિલ માલિકને પત્રકારની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૭૦ હજાર રૂપિયા પડાવી લેનાર ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ત્રણ કથિત પત્રકાર પૈકીના એક આરોપીને ઝડપી પાડયો હતો. સુરતના લાલ દરવાજા ખાતે રહેતા મિલ માલિક કમલેશભાઈ બચકાનીવાલાનો યુરિયા ભરેલો ટેમ્પો ફર્જી પત્રકારોએ પકડી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૭૦ હજાર રૂપિયા રૂપિયા પડાવી લીધા હતા.
કમલેશભાઈએ આ અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મયુર ઉર્ફે મોન્ટુ અરૂણભાઈ પાટીલ નામના ઇસમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જયારે અન્ય બે આરોપીઓ ફરાર છે તેમને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY